અહંકાર – 24 લેખક – મેર મેહુલ “અત્યારે અગિયારને દસ થઈ છે” અનિલે કહ્યું. રૂમની બહાર નીકળીને અનિલ શિવ અને જયને ઇન્કવાઇરી રૂમમાં લઈ આવ્યો હતો, “મારી પાસે માત્ર પચાસ મિનિટ છે, જો આ પચાસ મિનિટમાં તમારા બંનેમાંથી કોણે હાર્દિકને માર્યો છે એનો જવાબ જયપાલસિંહને નહિ મળે તો એ તમને બંનેને ટોર્ચર કરશે, મારશે અને જ્યાં સુધી તમે હકીકત નહિ જણાવો ત્યાં સુધી તમને છોડશે નહિ..!” “પણ સાહેબ…અમે છેલ્લાં બે અઠવાડિયાથી તમને કહી કહીને થાક્યાં છીએ. અમે હાર્દિકને નથી માર્યો” શિવે તરડાઈને કહ્યું. “તમારાં કહેવાથી અદાલત એ વાતને સ્વીકારી નહિ લે, હર્ષદ અને મોહિતે પોતાનો ગુન્હો કબૂલી લીધો છે અને