પ્રકરણ - ૩૫ શકીરા મલ્હારને જોતાં જ એની એકદમ નજીક આવી ગઈ. એનાં કપડાં, વાળ ને મેકઅપ બધું જ જાણે કોઈ પુરુષને ઉત્તેજિત કરવા માટે પૂરતું છે. એણે ગાઉનના લો કટમાથી ઉપરનો ભાગ જાણે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એનું રૂપ હજુય સાડત્રીસની ઉમરે પણ એટલું જ મોહક, મારકણુ અને સેક્સી છે. પણ મલ્હાર તો એ નજીક પહોંચતા જાણે કરંટ લાગ્યો હોય એમ દૂર ખસી ગયો. જાણે બીજી તરફ જોવા લાગ્યો. એ વિચારવા લાગી કે આધ્યા અને સોનાનાં કસ્ટમર બધાં જ એની મનમોહક અદાથી એની જાળમાં આવવા લાગ્યાં છે. ઘણાં સમય પછી આજે ફરી એને આ કામ શરૂ કરવું પડ્યું. કારણ