આરોહ અવરોહ - 33

(116)
  • 6.9k
  • 2
  • 3.9k

પ્રકરણ - 33 કર્તવ્યની ગાડી એડ્રેસ મુજબ એક વિશાળ બંગલાના કમ્પાઉન્ડ પાસે આવીને ઉભી રહી. ત્યાં જ એને બહાર ઉભેલા બે બોડીગાર્ડ દેખાયાં. કર્તવ્યની ગાડી ઉભી રહી કે તરત જ બે જણાએ આવીને કહ્યું, "હેલ્લો, મિસ્ટર કર્તવ્ય? એમ આઈ રાઈટ?" કર્તવ્ય તો આ જગ્યાને જ જોઈ રહ્યો કે આટલી મોટી વિશાળ જગ્યા. જાણે કોઈ અલગ દુનિયા હોય એવું લાગી રહ્યું છે. શહેરથી થોડે દૂર આવલી આ અનોખી જગ્યા. કર્તવ્ય બોલ્યો, " યસ.." " પ્લીઝ કમીન" કહેતાં જ એણે એક ફોન લગાડ્યો ત્યાં જ તરત જ એક મોટી વાઈટ કલરની ગાડી આવીને ઉભી રહી. ગાર્ડે કહ્યું, " આપ બેસી જાઓ. હું