ધૂપ-છાઁવ - 18

(31)
  • 5.1k
  • 4
  • 3.6k

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, અપેક્ષા કોઈપણ નાના બાળકને જોઈને, પોતાના ખોળામાં પણ આવું નાનું માસુમ બાળક રમતું હોત તેમ વિચારીને ઈમોશનલ થઈ જતી હતી અને રડવા લાગતી હતી. હવે આ વાત તેના દિલોદિમાગમાંથી કઈ રીતે કાઢવી તે એક પ્રશ્ન છે.લક્ષ્મી વિચારી રહી હતી કે, અપેક્ષાને વર્તમાન તરફ કઈ રીતે પાછી વાળવી..?? લક્ષ્મી તેને પ્રેમથી સમજાવતી હતી કે, " બેટા, આપણાં કર્મોને આધીન આપણાં નસીબમાં જે લખ્યું હોય તે હંમેશા બનીને જ રહે છે. તેને કોઈ મિથ્યા કરી શકે તેમ નથી. આપણે કરેલા કર્મોનો ભોગવટો આપણે જ કરવો પડે છે. છૂટકો નથી બેટા. " પણ જાણે અપેક્ષાને સમજાવવી‌ મુશ્કેલ જ