પારિજાતના પુષ્પ - 22

(18)
  • 2.7k
  • 3
  • 1.3k

આપણે પ્રકરણ-21માં જોયું કે, ગુડ્ડી તો અદિતિના ખોળામાંથી નીચે ઉતરવાનું નામ જ લેતી ન હતી જાણે તે વર્ષોથી અદિતિને ઓળખતી હોય તેમ. આજે તો તેણે હદ જ કરી નાંખી હતી, રાત પડી એટલે તેણે અદિતિ સાથે અદિતિના બેડરૂમમાં સૂઈ જવાની જીદ કરી. પણ ગુડ્ડીને વાર્તા સાંભળીને જ સુઈ જવાની આદત હતી તેથી કુંજન ગુડ્ડીને "ના" પાડી રહી હતી કે, આંટી તો તને વાર્તા નહિ સંભળાવે તું મારી સાથે જ સુઈ જવા માટે ચાલ, હું તને સરસ વાર્તા સંભળાવીશ. પણ, સ્ત્રી હઠ, રાજ હઠ અને બાળ હઠને સમજવી મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે. ગુડ્ડી તેની મમ્મી કુંજનની વાત માનવા બિલકુલ તૈયાર