અધુરો પ્રેમ ( સીઝન ૨) - 6

(12)
  • 3.6k
  • 1.2k

પાછળના ભાગમાં આપણે જોયું કે પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડેલા સિદ્ધાર્થ અને તારા એક બીજાથી અલગ થયા પછી આજે પહેલી વાર મળ્યા હતા. બને સ્થળ અને કાળનું ભાન ભુલીને એકબીજામાં ખોવાઈ ગયા હતા.હવે આગળ.......તારા અને સિદ્ધાર્થ એકબીજાના આલિંગનમાંથી છુટા પડે છે. તારા આગળ ચાલે છે અને સિધ્ધાર્થ એની પાછળ. રેસ્ટોરન્ટમાં બેઠેલો અર્જુન તારાને વેવ કરતા, તારા અને સિદ્ધાર્થ અર્જુનના ટેબલ તરફ જાય છે. સિદ્ધાર્થ, તારા માટે ખુરશી ખેંચે છે. તારાની બરાબર સામેની ખુરશી ખેંચી પોતે બેસી જાય છે.અર્જુન મોઢામાંથી સીટી મારતો પહેલા તારાને અને પછી સિદ્ધાર્થને જોઈ રહે છે અને પછી ગળામાં કંઈક ખરાશ બાઝી ગઈ હોય એમ ગળામાંથી