અંગત ડાયરી - મધર્સ ડે

  • 4.5k
  • 1.5k

અંગત ડાયરી શીર્ષક : મધર્સ ડે લેખક : કમલેશ જોષીપહેલા એક કડવી વાત. તમે માનશો? મારો એક મિત્ર માતાની મહાનતા વિશેનો એક પણ આર્ટિકલ વાંચી નહોતો શકતો કે એક પણ વાત સાંભળી નહોતો શકતો. કોઈ પોતાની માતાના વખાણ કરે ત્યારે પણ આ મિત્રનું ગળું સૂકાવા માંડતું. ભીતરે અજાણી વ્યાકુળતા, ગમગીની છવાઈ જતી. લોકડાઉન દરમિયાન પિતા બનનાર એ મિત્રે મસ્ત વાત કરી : “નવ મહિના એટલે બસ્સો સીત્તેર દિવસ એટલે બસ્સો સીત્તેર સવાર, બસ્સો સીત્તેર બપોર અને બસ્સો સીત્તેર રાત્રિ થાય, એવો અહેસાસ મને આ વખતે થયો. હું તો માનતો હતો કે સંતાન પ્રાપ્તિ એટલે જાણે ઉત્સાહથી વીતતા નવ મહિના, પ્રેગનન્સી કન્ફર્મેશન, પંચમાસી-સીમંતનો