મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૨ - 1

  • 3.3k
  • 1.3k

મારી શિક્ષણ યાત્રાની 2 દાયકાની સફરે 22 (ભાગ 1)વિશ્વાસ “બેન, એ મારી સાથે વાત કરે છે તો મને સારું લાગે છે અને જેમ એક છોકરી બીજી છોકરી સાથે વાત કરે ને એમ જ હું એ છોકરા સાથે વાત કરૂ,એમાં બધાયને આટલો હોબાળો મચાવવાની શું જરૂર છે? એ મને નથી સમજાતું?” તરુણ અવસ્થાની નાનકડી એવી દીકરી બાજુના ગામથી અપડાઉન કરતી જિગીષાના એક પ્રશ્નએ મને એટલું તો જરૂર સમજાયું કે, વિજાતીય મિત્રતા ન સ્વીકારનાર એવા રૂઢિચુસ્ત સમાજમાંથી ઉદ્ભવેલો આ પ્રશ્ન છે! જિગીષાની મોટી ભોળી આખોનો નિહાલસ પ્રશ્ન મારા હરદાયને સ્પર્શી ગયો. વાત એમ હતી કે એનાથી થોડો મોટો એવો કોલેજીયન યુવાન એના જ ગામનો હોવાથી બસમાં રોજ સાથે હશે અને હાસ્યની આપ લે પછી સામન્ય વાતો કરી હશે ... પણ બંને એક જ ગામના હોવાથી ગામના કોઈ વડીલે એ