પરાગિની 2.0 - 26

(46)
  • 3.6k
  • 1.7k

પરાગિની ૨.૦ - ૨૬ પરાગે જે વ્યક્તિને કામ સોંપ્યુ હોય છે પરિતાની તપાસ કરવા માટેનુ.. તે વ્યક્તિ પરાગની કેબિનમાં આવે છે. પરાગ તેમને મિ. ગજ્જર કહી આવકારે છે અને બેસવા કહે છે. પરાગ મિ. ગજ્જરને પૂછે છે, શું તમે જે માહિતી લાવ્યા છે તે એકદમ ચોક્કસ છે? મિ. ગજ્જર- હા, સર... મેં બધી તપાસ કરાવી.... આ છોકરી પરિતા બહુ મોટી ચોર છે. તેનું કામ આજ છે લોકો પાસેથી પૈસા પડાવવાના...! તમે એને પૈસા તો નથી આપ્યાને? પરાગ- ના... મને એના પર શક તો હતો કે કંઈ ગરબડ છે પણ એને મારી મમ્મી વિશે આટલું બધુ ક્યાંથી જાણે છે? મિ. ગજ્જર-