The Next Chapter Of Joker - Part - 14

(11)
  • 4.2k
  • 2.4k

The Next Chapter Of JokerPart – 14Written By Mer Mehul સાંજનાં છ થયાં હતાં. જુવાનસિંહ પોતાની ઓફિસમાં બેઠાં હતાં. હિંમત દરવાજો ખોલીને ઓફિસમાં પ્રવેશ્યો. તેનાં હાથમાં એક ફાઇલ હતી.“સર…” જુવાનસિંહે સલામી ભરીને કહ્યું.“બેસો હિંમત…” જુવાનસિંહે ખુરશી તરફ ઈશારો કરીને કહ્યું. હિંમતે ખુરશી પર બેઠક લીધી.“શું થયું કોર્ટમાં ?” જુવાનસિંહે પૂછ્યું.“એ જ જે આપણે વિચાર્યું હતું….અવિનાશની કોઈ ફ્રેન્ડનાં પપ્પા એમ.એલ.એ. છે. તેઓએ આ કેસ લડવા નામચીન વકીલ મૌલિક ચાવડાને હાયર કર્યા છે. મૌલિક ચાવડાનું નામ અત્યારે પુરા અમદાવાદનાં વકીલોમાં.ટોચનાં સ્થાને છે. તેઓએ બેલ માટે અરજી કરી હતી પણ જજ સાહીબાએ અરજી ના મંજુર કરી છે અને આપણને ચૌદ દિવસની