The Next Chapter Of Joker - Part - 9

(12)
  • 3.9k
  • 2k

The Next Chapter Of JokerPart – 9Written By Mer Mehul રાતનાં સાડા નવ થયા હતાં. અવિનાશ થોડીવાર પહેલાં જ ઘરેથી નીકળ્યો હતો. નવ વાગ્યે વોટ્સએપ ગૃપમાં ચર્ચા શરૂ થઈ હતી. બંસીએ ગઈ કાલે અવિનાશને જે ટાસ્ક આપ્યો હતો એ પૂરો કરવા બધા અવિનાશ પર દબાણ આપતાં હતાં. પંક્તિ અને અવિનાશ જ આ ટાસ્ક પૂરો કરવાની વિરુદ્ધમાં હતાં. બહુમતીને કારણે અવિનાશે અનિચ્છાએ ટાસ્ક પૂરો કરવા ઘર બહાર નીકળવું પડ્યું. બંસીએ ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ વિશે માહિતી મેળવી હતી. અવિનાશે ‘સી’ વિંગમાં, ફ્લેટ નં.11 માં ઉષા નામની સ્ત્રીને મળવાનું હતું. ઉષા સાથે એક મિનિટ વાત કરી, તેને રૂપિયા આપીને ‘અંકિતા’ નામની યુવતીને મળવાનું હતું,