મેનકા - એક પહેલી - 8

(38)
  • 3.8k
  • 3
  • 2.1k

સવારે આઠ વાગ્યે મેનકા શૂટિંગ પર જવાં માટે તૈયાર થતી હતી. વ્હાઈટ કલરનો શોર્ટ કુર્તો, નીચે બ્લૂ ફંકી જીન્સ અને મરૂન બાંધણીનો દુપટ્ટો નાંખીને મેનકા પોતાનું પર્સ લઈને રૂમની બહાર નીકળી. માલતિએ તેનાં માટે નાસ્તો તૈયાર રાખ્યો હતો. પણ મેનકાએ માત્ર કોફીનો કપ જ લીધો. નાસ્તાની પ્લેટ તેણે કિચનમાં જ રાખી દીધી "મેડમ, નાસ્તો??" માલતિએ બહાર ડાઇનિંગ ટેબલ પર બેઠેલી મેનકા સામે કિચનમાંથી જ નાસ્તાની પ્લેટ ઉંચી કરીને પૂછ્યું. "નાસ્તો નહીં. મોડું થઈ ગયું છે." કહેતાં મેનકા કોફીનો ખાલી કપ ટેબલ પર મૂકીને દરવાજો ચીરીને બહાર નીકળી ગઈ. મેનકા સેટ પર પહોંચી. ત્યારે બધાં આવી ગયાં હતાં. પણ હિમાંશુએ શુટિંગ