બારીનો પડદો ઉડતાં જ પવનની એક લહેરખી મેનકાના રૂમની અંદર પ્રવેશી. એ સાથે જ મેનકાની ઉંઘ ખુલી ગઈ. મેનકા આળસ મરડીને પથારીમાં બેઠી થઈ. આલ્બમને ફરી કબાટમાં મૂકીને, બેડ પરની ચાદર સરખી કરીને તે નહાવા જતી રહી. ભીનાં વાળમાં ટુવાલ લપેટીને મેનકા બાથરૂમની બહાર નીકળી. એ સાથે જ ઘરનાં દરવાજે કોઈએ બેલ વગાડી. સવાર સવારમાં કોણ આવ્યું હશે. એમ વિચારી મેનકા દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખુલતાં જ સામે મેનકાની ઘરે કામ કરવાં આવતી. એ કામવાળી બાઈ ઉભી હતી. "અરે, માલતિ તું આવી ગઈ!? તું તો બે દિવસ પછી આવવાની હતી ને??" મેનકાએ માલતિને જોઈને ખુશ થતાં પૂછ્યું. "હાં, આવવાની તો