આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-2

(110)
  • 10.7k
  • 8
  • 7.3k

આઇ હેટ યુપ્રકરણ-2 રાજ અને નંદીનીની મુલાકાતો વધતી ગઇ બંન્ને જણા એકબીજામાં રસ લેવાં માંડ્યા. મુલાકતો દરમ્યાન પ્રેમ પાંગરી ગયો ખબરજ ના પડી. કોલેજમાં થતી મુલાકતો પછી સ્થળ બદલાવા માંડ્યુ. રાજે સવારે ઉઠીને તુરંતજ નંદીનીને ફોન કરીને કહ્યું નંદીની આજે કોલેજ પછી મૂવી જોવાનો મૂડ છે જઇએ ? તારે તારાં ઘરે જણાવવું હોય તો જણાવી દેજે હું ઘરેથી બુકીંગ કરાવીનેજ કોલેજ આવીશ. મસ્ત મુવી છે એકદમ રોમેન્ટીક... જઈશુંને ? નંદીનીએ કહ્યું રાજ તારી સાથે આવવાનું હોય તો હું થોડી ના પાડું ? પણ મંમી-પપ્પાને વાત કરવી પડશે મોડુ થાય તો એ લોકો ચિંતા કરશે. પણ કોઇ રીતે મનાવી લઇશ આપણે