અહંકાર - 13

(80)
  • 4.6k
  • 6
  • 2.7k

અહંકાર – 13 લેખક – મેર મેહુલ દસ મિનિટ પછી સંકેત સ્ટોર રૂમમાં પ્રવેશ્યો. એ અંદર આવ્યો ત્યારે તેનાં ચહેરા પર પોલીસનાં નામનો ડર દેખાય રહ્યો હતો. તેનું શરીર જુદી જ રીતે પ્રતિક્રિયા આપી રહ્યું હતું એ વાતની ખાતરી, અંદર આવીને એનાં ઊભા રહેવાની સ્થિતિ આપતી હતી. “ડરીશ નહિ સંકેત…અમે તને કંઈ નહીં કરીએ, અમે માત્ર હાર્દિક વિશે થોડા સવાલ પુછવા આવ્યા છીએ..” ભુમિકા સંકેતની કફોડી હાલત જોઈને કહ્યું. “સામેની ખુરશી પર બેસી જા સંકેત..” જયપાલસિંહે પણ નરમાશથી કામ લીધું. સંકેત ખુરશી પર બેસી ગયો. “તને હાર્દિક હેરાન કરતો હતોને ?” જયપાલસિંહે પૂછ્યું. સંકેતે હકારમાં માથું ધુણાવ્યું. “કેવી રીતે