અહંકાર - 12

(85)
  • 5.7k
  • 5
  • 3k

અહંકાર – 12 લેખક – મેર મેહુલ જયપાલસિંહે ફોન ગજવામાંથી કાઢ્યો અને ડિસ્પ્લે પર નજર કરી. એ કૉલ રાવતનો હતો. “જય હિન્દ સર..” જયપાલસિંહે કૉલ રિસીવ કરતાં કહ્યું. “જય હિન્દ ઇન્સ્પેક્ટર..” રાવતે શાંત અવાજે કહ્યું, “જનક પાઠક ચોકીએ આવ્યો હતો ?” “યસ સર…” “તેં એને કંઈ કહ્યું હતું ?” “હા સર…પોલીસને એ પોતાનાં નોકર સમજતો હતો એટલે મારે ના છૂટકે બોલવું પડ્યું..” જયપાલસિંહે કહ્યું. “ગુડ..તે જે કંઈ પણ કર્યું છે એ બરોબર જ કર્યું છે..” રાવતે કહ્યું, “પણ એસ.પી. સાહેબનો મારામાં ફોન આવ્યો હતો એનું શું કરીશું ?” “સાહેબને પણ એ જ કહો, જે મેં તમને કહ્યું છે…સાહેબ સમજી