અહંકાર – 6 લેખક – મેર મેહુલ રાવતનાં ગયા બાદ જયપાલસિંહ કાર્યવાહીની કમાન પોતાનાં હાથમાં લીધી હતી. સૌથી પહેલાં જયપાલસિંહે બહાર ટોળે વળેલાં લોકોને વિખવાનું કામ કર્યું હતું જેથી કાર્યવાહીમાં કોઈ વિઘ્ન ના આવે. ટોળાને વિખ્યા બાદ હોલમાં ભાર્ગવ અને મોહિત સાથે રાવતે મદદ માટે મોકલેલા બે કૉન્સ્ટબલ હતાં. જેમાં એક કૉન્સ્ટબલ દિપક હતો, જેણે બળવંતરાયનાં કેસમાં રણજિતને મદદ કરી હતી. દિપક શિવગંજનો જ રહેવાસી હોવાથી એ શિવગંજનાં ભૂગોળ તથા ઇતિહાસથી પૂરેપૂરો વાકેફ હતો. દિપક સાથે રાવતે એક લેડી કૉન્સ્ટબલ ભૂમિકા પરમારને પણ જયપાલસિંહની મદદ માટે રાખી હતી. જયપાલસિંહ સાથે અગાઉથી બે કૉન્સ્ટબલ હતાં, જેમાં એક પંચાવન વર્ષનાં ઓમદેવકાકા