રેડ અમદાવાદ - 14

(19)
  • 3.3k
  • 1
  • 1.5k

૨૦૨૦, જાન્યુઆરી ૧૧, સાંજના ૦૬:૩૦ કલાકે સી.જી. રોડ પોલીસ સ્ટેશને, મેઘાવી અને વિશાલ ૧૨ જાન્યુઆરી માટે તૈયારીમાં હતા. વિશાલે વાયરલેસ દ્વારા એકબીજા સાથે જોડાઇ શકે તેવી ગોઠવણ કરી દીધી હતી. દરેક કર્મીઓએ તેમના કાનમાં એક પ્લગ લગાવવાનો હતો. જે પ્લગ બ્લુટૂથ દ્વારા ફોન સાથે અને ફોન દ્વારા એકબીજા સાથે જોડાયેલ રહેવાનું હતું. મેઘાવી તેમની સાથે જે કર્મીઓ આવવાના હતા, તેમને સમજાવવામાં વ્યસ્ત હતી. જસવંતે પણ ત્યાં હાજર રહેવા બાબતે સોનલની મંજૂરી મેળવી લીધેલી. સોનલ તેના કાર્યાલયમાં ટેબલ પર બે હાથના ટેકે માથું ઝુકાવી બેઠેલી હતી. ‘કાલે...’, મેઘાવીના દાખલ થવાને કારણે સોનલે માથું ઉંચક્યું. આંખો એકદમ લાલ બની