ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 15

  • 2.6k
  • 1.9k

ભાગ 15 ફુશાન આઈલેન્ડ, પીળો સમુદ્ર, ચીન પોતાનો ખાત્મો કરવા આવેલા લી અને એના સાગરીતોનું ઢીમ ઢાળી દીધા બાદ અર્જુન અને નાયક આખરે ફુશાન આઈલેન્ડ આવી પહોંચ્યા હતા. આંખોની સાથે મનને શાતા બક્ષનારું ફુશાન દ્વીપનું નૈસર્ગીક વાતાવરણ મંત્રમુગ્ધ કરી દેનારું હતું. વિલાડે ખૂબ જ લાગણીસભર રીતે અર્જુન અને નાયકનું સ્વાગત કર્યું..તાત્સુને નક્કી કરેલા ભાડાથી દસ ગણી વધુ રકમ આપીને અર્જુને એને પાછા જવા જણાવ્યું. એના જતા જ અર્જુન અને નાયકે આગળ શું કરવાનું હતું એ અંગે વિલાડ જોડે ગુફતગુ આરંભી. સોટી જેવા દેહકાર ધરાવતા વિલાડની ત્વચા સામાન્ય ચીનાઓ કરતા વધુ તેજસ્વી હતી. એના લંબગોળ ચહેરા પર મૂછ ગજબની ઓપતી હતી.