અસમંજસ.... - 7

(23)
  • 3.3k
  • 3
  • 1.2k

આગળ જોયું કે કનક પોતાના અતીતના કેટલાક અંશો યાદ કરતી હોય છે જેમાં કનક અને નક્ષિત પરિવારની ખુશી અને માનસન્માન માટે માત્ર કાસ્ટ અલગ હોવાથી એકબીજાથી દૂર થઈ જાય છે. હવે આગળ....ત્યારબાદ નક્ષિત હમેશા માટે બીજા શહેરમાં જતો રહે છે. ભણતર પૂરું કરી સારી એવી નોકરી પણ કરવા લાગે છે અને જોબને લીધે જ નક્ષિતને બદલી થતા ફરી કુંજનપુરની નજીકના શહેરમાં જ આવવું પડે છે. અતીતની આ કેટલીક ઝાંખી યાદોની ઝલક તાજી કરતી કનક સહજ ભાનમાં આવી. તે કઈક લખવા બેઠી હતી. પણ શું લખવું એ સમજાયું નહીં અને એનું મન વિચારોના ચકડોળે ચડી ગયું. લખવાનું મૂકીને તે ફરી એક અસમંજસમાં