The Next Chapter Of Joker - Part - 4

(62)
  • 5.2k
  • 4
  • 2.4k

The Next Chapter Of JokerPart – 4Written By Mer Mehul અવિનાશ છેલ્લી ત્રણ કલાકથી રાહ જોઈ રહ્યો હતો. બુરખાવાળી છોકરી એપાર્ટમેન્ટમાં ઘુસી પછીની દસ મિનિટ પછી તેજસનો ફોન આવ્યો હતો. અવિનાશે તેને કોલેજ ચાલ્યાં જવા કહ્યું હતું. ત્યારબાદનાં સમયમાં અવિનાશે પાનનાં ગલ્લેથી થોડો નાસ્તો લીધો, બે-ત્રણવાર એપાર્ટમેન્ટનાં ચક્કર લગાવ્યા અને પોતે કામથી અહીં એટકેલો છે એવું જતાવ્યું. સવા એક થયો એટલે એપાર્ટમેન્ટનો દરવાજો ખુલ્યો અને બુરખાવાળી છોકરી બહાર નીકળી. એ છોકરીને જોઈને અવિનાશ ઊભો થઈ ગયો. છોકરીએ બહાર આવીને આમતેમ નજર ફેરવી. તેની નજર સીધી અવિનાશ સાથે મળી. અવિનાશે તેને જોઈને સ્મિત વેર્યું. એ છોકરીએ બદલામાં નજર ફેરવીને ઉત્તમનગરનાં