મેનકા - એક પહેલી - 2

(38)
  • 4.6k
  • 1
  • 2.8k

મેનકા સવારે ઉઠીને શૂટિંગ પર જવાં તૈયાર થતી હતી. એ સમયે જ તેનાં ઘરનાં દરવાજે કોઈએ દસ્તક દીધી. મેનકાએ ઉભાં થઈને દરવાજો ખોલ્યો. "એય, આ જો તું જે માનવ મહેતાની ફિલ્મની હિરોઈન હતી ને...એ માનવ મહેતાનું કાલ રાતે મર્ડર થઈ ગયું." મેનકાના ઘરની સામે રહેતી અંજલીએ આવીને કહ્યું. અંજલી મેનકાથી ત્રણ વર્ષ મોટી હતી. તેની પાસે દુનિયાભરની ખબરો રહેતી. મેનકા તેની ઘરે ન્યૂઝ પેપર નાં મંગાવતી. તેનું એકમાત્ર કારણ અંજલી જ હતી. કેમ કે, અંજલી રોજ સવારે જે સનસનીખેજ ખબરો હોય. એ મેનકાને આવીને સંભળાવતી. મેનકાએ અંજલીની વાતનો કોઈ જવાબ નાં આપ્યો. અંજલી પેપર સાથે જ મેનકાના ઘરની અંદર ઘુસી