ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 14

(55)
  • 3.2k
  • 2
  • 1.1k

થોમસ એન્થોલીનો ભેટો. **************** માર્ટિન એ વિલિયમ હાર્ડીનો જ એક સાથીદાર હતો. એને મસાઈઓના જંગલમાં આવી રીતે ફરતો જોઈને બધા અચરજ પામ્યાં. જ્હોને જેવો માર્ટિનને પાછળથી પકડ્યો. એટલે માર્ટિન ડરથી ફફડી ઉઠ્યો. કારણ કે એણે જ્હોનને બરોબર ઓળખ્યો નહોંતો. એટલે એ જ્હોનના હાથમાંથી છૂટીને ભાગવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. "અરે માર્ટિન હું હાર્ડીનો દોસ્ત જ્હોન છું. તું ડરીશ નહીં. અમે તારા દોસ્તો છીએ.' જ્હોન માર્ટિનનો ડર ઓછો કરવાં માટે બોલ્યો. જ્હોન આટલું બોલ્યો ત્યારે માર્ટિને જ્હોનના હાથમાંથી છૂટવા માટેના તરફડીયા મારવાના બંધ કર્યા. અને જ્હોને પણ એને પોતાના હાથમાંથી મુક્ત કર્યો. "જ્હોન તું.' જ્હોનની પક્કડ ઢીલી થતાં માર્ટિન હર્ષઘેલા અવાજે