પારિજાતના પુષ્પ - 21

(16)
  • 3.1k
  • 3
  • 1.1k

આપણે પ્રકરણ-20 માં જોયું કે,અદિતિની આવી સીરીયસ પરિસ્થિતિને લઈને ડૉ. નીશાબેન પણ વિચારમાં પડી ગયાં કે અદિતિને કઈ રીતે નોર્મલ પરિસ્થિતિમાં લાવવી..?? અને કઈરીતે તેની ટ્રીટમેન્ટ કરવી..?? હવે આગળ...અદિતિની આ પરિસ્થિતિની જાણ આરુષની કઝિન સિસ્ટર અને અદિતિની બેસ્ટ ફ્રેન્ડ કુંજનને થતાં તે અદિતિની ખબર પૂછવા અને તેને મળવા માટે આરુષના ઘરે આવી. કુંજનને તેમજ તેની નાની રૂપાળી, કાલું કાલું બોલતી મીઠી-મધુરી દિકરી ગુડ્ડીને જોઈને અદિતિના મુખ ઉપર હાસ્યની રેખા તરી આવી. અદિતિનો હસતો ચહેરો જોઈને આરુષને પણ થોડી રાહત લાગી અને તેના ચહેરા પર પણ સ્માઈલ આવી ગયું અને તેણે ઘણાં લાંબા સમયના તણાવ પછી, જેમ ભર ઉનાળે ઠંડા પવનની લહેર