(૧) ક્ષય થતી સુંદરતા સવારનો સમય હતો. સૂર્ય અડધો ડુંગરમાં અને અડધો આકાશમાં દેખાતો હતો.સૂર્યના કિરણ વાદળ સાથે ટકરાવાની સાથે લાલ રંગથી આકાશની ગરિમા વધારી રહ્યા હતા. ચોમેર પક્ષીઓનો કલરવ અને કુદરતની સુંદરતા જોતા જ બની રહી હતી.બાગના ફૂલ ઉત્સાહભેર પોતાની મધૂર્તભર્યું સ્મિત દેખાડી રહ્યા હતા.કુદરતનો લાહવો જોનારના મુખમાંથી "વાહ! કેટલો સુંદર નજારો છે." એ ભાવ સળી જ પડે. સવારના તાજગીભર્યા વાતાવરણમાં આરો મરડીને કેતકી પથારીમાંથી ઉઠીને આયના સામે જઈને ઉભી રહી.પોતાની જાતને અરીસામાં જોતાં જ ચોંકી ઉઠે છે, પોતાની જાતથી ડર લાગવા લાગે છે. વયના લીધે કરચલી પડેલા ગાલ, પોતાનો રંગ