આગળના ભાગમાં માસીને કિચનમાં ન જોતા ગુંજન માસીને ઉઠાડવા જાય છે, માસીને ડોક્ટર વ્યાસને બતાવવાની વાત સાંભળતા ગુંજન ચિંતિત થાય છે, ઝંખુથી નારાજ સોહમ નાહવા માટે જાય છે.. રસોડામાં ઝંખુની આસપાસ સતત સુગંધ ભળી રહી હોય છે, નાસ્તો કરતા અમિતને આરાધ્યા દેખાવાનો વહેમ થાય છે. અમિત અને ગુંજન નાસ્તો કરતા રાતના સપના વિશે વાતચીત કરે છે, આ વાત સાંભળીને સોહમ બંનેને ફટાફટ નાસ્તો કરી તૈયાર થવા કહે છે. નિરાંતે ચાનો ઘૂંટડો ભરતા ઝંખુની આસપાસ ફરી સુગંધ ભળે છે, પણ સમયના અભાવને કારણે તે પોતાના કામમાં વ્યસ્ત બને છે. હવે આગળ.. ******** મારા અસ્તિત્વમાં અકથિત રીતે છૂંપુ પ્રતિબિંબ તારું, હૈયામાં જ