નિયા ને એના ફુઆ સ્ટેશન પર લેવા આવવાના હતા. નિયા જેવી એના ફોઈ ના ઘરે પોહચી તરત જ ખુશી એ આવી ને એને હગ કરી લીધું. " બસ બસ. દૂર રહે તું. એક તો કઈ કહેવું નથી તારે " " બસ મારી માં. તે તો બોવ કરી " ખુશી બોલી. " હવે એને બહાર જ ઉભી રાખવાની છે કે શું ?" જાનવી આવતા ની સાથે બોલી. " જાનું દીદી કેમ છો ?" નિયા એ પૂછ્યું. " મસ્ત " " અને બેબી ? " " એ પણ મસ્ત " જાનવી દીદી પ્રેગનેન્ટ હતા. અને બોવ જલ્દી ઘર માં નવું મહેમાન આવવાનું