ઉત્તરાયણ પણ હવે પુરી થઈ ગઈ હતી અને પાછી કોલેજ રેગ્યુલર ચાલુ થઈ ગઈ હતી. નિયા લોકો કેન ટીન માં બેસેલા હતા. આજે ગુરુવાર હતો કાલે તો કોલેજ આવવાનું નઈ હતું એટલે શાંતિ થી બેસેલા હતા. નિયા તો ફોન મા કોઈ નોવેલ વાંચતી હતી. આદિત્ય, નિશાંત , મનન , તેજસ કઈક વાત કરતા હતા અને માનિક વચ્ચે વચ્ચે એના ઉચ્ચ વિચાર રજૂ કરતો હતો. થોડી વાર પછી " નિયા હવે તો ચાર મહીના છે પછી તો તું જતી રહીશ ને ?" મનન એ પૂછ્યું. પણ મનન ની વાત સાંભળે કોન ?નિયા તો નોવેલ માં પુરે પુરી ખોવાયેલી હતી. તેજસ એ એને ફોન કાર્યો. સામે જ બેસેલા