છ વાગ્યા ને દસ મિનિટ થવા આવી નિયા હજી દેખાઇ રહી નઈ હતી. માનિક બધા કરતા વધારે ચિંતા કરતો હતો. જ્યારે આદિત્ય , નિશાંત, મનન અને તેજસ ને એટલો વિશ્વાસ હતો કે હમણાં નિયા આવશે પણ ખાલી માનિક ને જ વિશ્વાસ નઈ હતો નિયા પર. સવા છ વાગે નિયા આવી. બ્લેક જીન્સ , લાલ કલર નું ક્રોપ ટોપ, શૂઝ. એના વાળ એની આંખ માં આવતા હતાં. અને ભૌમિક એ આપેલું બેગ લટકાવેલું હતું. "ક્યાં હતી? ઘરે પણ તાળું હતું? ફોન પણ સવિચ ઓફ હતો " માનિક એક પછી એક સવાલ કરવા લાગ્યો. " નિયા આ નાના છોકરા નું ટોપ કેમ પહેર્યું છે ?"