સંઘર્ષ - (ભાગ-9)

  • 2.5k
  • 888

પ્રિયાંશીની રસોઈ બનતા બનતા તો તેનું મોં આખુ લાલ થઈ ગયું .... ઉનાળાની ગરમી અને ઉપર જતા આ ચૂલાની, માંડમાંડ રાંધીને બહાર આવી. આખી લાઈફમાં નથી કર્યું એટલું કામ બાએ આજના એક જ દિવસમાં કરાવી દીધું. પ્રિયાંશીની હાલત ખરાબ થઈ ગઈ... પણ કેવું કોને ? પ્રિયાંશીના હાથની રસોઈ પહેલી વાર સૌએ ખાધી બધાએ ખુબ વખાણ કર્યા ..... પણ પ્રિયાંશીને જ ના ગમી. કઈ કાચું રહી ગયું તો કઈ દાઝી ગયું હતું .... તે થોડું ખાઈ ઉભી થઈ ગઈ. આમ પણ જે રસોઈ બનાવે તેને ઓછું જ ખાવાનું ભાવે .... અડધા તો રાંધીને ધરાઈ ગયા હોય ... રાત પડી....