પતિ પત્ની અને પ્રેત - ૧૭

(85)
  • 6.2k
  • 2
  • 3.2k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭જામગીરે રેતાને આશ્વાસન આપ્યું. જામગીર ચિલ્વા ભગતને સારી રીતે ઓળખતા હતા. એની શક્તિઓથી એ પરિચિત હતા. એમને વિશ્વાસ હતો કે ચિલ્વા ભગત રેતાને એનો પતિ પાછો અપાવશે. અલબત્ત એ સરળ ન હતું એ પણ સારી રીતે જાણતા હતા. બધાં ચિલ્વા ભગતના મકાન પાસે પહોંચ્યા. શિવલાલને કાર પાસે જવાનું કહી રેતા જીવાબેનને ત્યાં ગઇ અને લાવરું પાછું આપી પોતાના કપડાં પહેરીને પાછી ફરી ત્યારે જામગીર અને ચિલ્વા ભગત ગંભીર થઇને બેઠા હતા. રેતાએ ફરી રડવાનું શરૂ કરી દીધું. ચિલ્વા ભગત આંખો ખોલી આકાશ તરફ એક નજર નાખીને બોલ્યા:"બેન, તારું આ મંગળસૂત્ર સાચવજે. જ્યાં સુધી તારા ગળામાં