અંગત ડાયરી - ઉદાહરણ

  • 5.3k
  • 2
  • 1.5k

*અંગત ડાયરી* ============*શીર્ષક : ઉદાહરણ* *લેખક : કમલેશ જોષી**ઓલ ઈઝ વેલ*લખ્યા તારીખ : ૧૪, ફેબ્રુઆરી ૨૦૨૧, રવિવાર ઉદાહરણ એટલે ઍકઝામ્પલ. કોઈ શબ્દ કે સિદ્ધાંતનો જીવતો-જાગતો પુરાવો એટલે ઉદાહરણ. જેમ કે સત્ય સમજવું હોય તો રાજા હરિશ્ચંદ્ર કે ગાંધીજીના જીવનને જોવું પડે. તમને શું લાગે છે? મારું કે તમારું જીવન શાનું ઉદાહરણ બની શકે? આપણે જે રીતે ચોવીસ કલાક વીતાવીએ છીએ એનો એક શબ્દમાં અર્થ શો? એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, "આપણે મશીનનું ઉદાહરણ છીએ." ઘડિયાળના કાંટે એકધારું વર્તન કરતું મશીન. સમયસર ઉઠે, સમયસર નોકરી-ધંધે જાય, સમયસર ખાઈ-પી લે અને સમયસર સૂઈ જાય. પરણી પણ સમયસર જાય અને મરી પણ સમયસર જાય એવું