પારિજાતના પુષ્પ - 19

(23)
  • 3.7k
  • 4
  • 1.5k

આરુષ પોતાના જીવનમાં ક્યારેય આવી મૂંઝવણમાં મૂકાયો ન હતો પરંતુ આજે જીવનમાં પહેલીવાર તે આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. અને કદાચ તેથી જ ખૂબજ દુઃખી થઈ ગયો હતો અને વિમાસણમાં પડી ગયો હતો...!! આરુષથી, પોતાની અદિતિની આ હાલત જોઈ શકાતી ન હતી. અદિતિને આમ સૂનમૂન જોઈને તે પણ સૂનમૂન બની જતો હતો અને ચિંતામાં પડી જતો હતો કે, " મારી અદિતિને ક્યારે સારું થશે..?? અને થશે પણ ખરું કે નહિ..?? મારી પહેલાંની અદિતિ મને પાછી મળશે કે નહિ મળે તે પ્રશ્ન તેના દિલોદિમાગમાંથી ખસતો ન હતો. અને આવા વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠતો હતો.સમય પસાર થયે જતો હતો અદિતિની