આપણે ગયા પ્રકરણમાં જોયું કે, જેમ જેમ અરમાનના અંતિમ દિવસો નજીક આવી રહ્યા હતા તેમ તેમ તેને અદિતિ વધુ ને વધુ યાદ આવી રહી હતી. તેની આંખો જાણે આંસુનો દરિયો બની ગઈ હતી જે અનરાધાર વહ્યે જતી હતી.... તે દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે મારી અદિતિ મને જલ્દીથી મળવા આવી જાય. પણ... તેને ક્યાં ખબર હતી કે તેની અદિતિ તેનાથી કોશો દૂર હતી...!! અને તે ઈન્ડિયા આવી ગયો છે અને તેની આટલી બધી દયનીય પરિસ્થિતિથી માસૂમ ભોળી અદિતિ બિલકુલ અજાણ છે...!! *********************** આરુષ એકદમ ફરવાના તોફાની મૂડમાં હતો પણ અદિતિને જરા પણ મૂડ ન હતો. અદિતિ ખૂબજ થાકી