આગમ યાત્રા નિગમ ધામ - 1

(37)
  • 7.9k
  • 1
  • 4.2k

1974 ના સપ્ટેમ્બર મહિનાની આ વાત ! મારી ઉંમર ત્યારે સત્તાવીસ વર્ષની. એ સમયે હું દ્વારકા પોસ્ટ ઓફિસમાં ટેલિગ્રાફિસ્ટ હતો. એ જમાનો તાર નો હતો. મોબાઈલ પણ નહોતા કે એસટીડી પીસીઓ પણ ન હતા. તાર વ્યવહાર વધુ સક્રિય હતો. એટલા માટે દ્વારકામાં મારી સારી ઓળખાણો પણ હતી અને પ્રતિષ્ઠા પણ હતી. દ્વારકામાં આધ્યાત્મિક ચેતના ખૂબ જ સક્રિય રહેતી. સમગ્ર દેશમાંથી હજારો યાત્રાળુઓ ભક્તિભાવથી દ્વારકાધીશનાં દર્શન કરવા આવતા અને રસ્તાઓ ઉપર ધૂન બોલાવતા આગળ વધતા. ઘણીવાર સંત મહાત્માઓ નાગા બાવાઓ અને સાધુઓ પણ આવતા. દ્વારકા આવનારાં બેટ દ્વારકા પણ અવશ્ય જતાં. દ્વારકામાં પુષ્કરભાઈ ગોકાણી ની ઓળખાણ મને થયેલી. પુષ્કરભાઈ ખૂબ જ