સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૫

(50)
  • 3.2k
  • 3
  • 2k

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૫ મહેશનાં હાથ પર હાથ મૂકી કુસુમ બોલે છે: “બે વર્ષ પહેલાં એક છોકરીનાં કારણે આપણને એની હત્યા કરવાની ફરજ પડી... પછી આપણે અનેક છોકરીઓની હત્યા કરી છે... ચમન પણ કોઈ સમસ્યા થઈ છે એવું કહે છે... ખબર નથી શું સમસ્યા હશે...” મહેશ: “ચમન જે સમસ્યા કહે છે તે આપણે જોઈ લઈશું... તારે બીજી ચિંતા કરવાની જરૂર નથી... તું બસ તારી સુંદરતાની ચિંતા કર... તારી સુંદરતામાં કોઈપણ પ્રકારની કમી તને કે મને ચાલશે નહીં...” કુસુમ રૂમમાં ચારેતરફ નજર ફેરવી બોલે છે: “આ બંગલો અને રિસોર્ટ બહુ મહેનતથી આપણે ઊભા કર્યા છે...