ગાડી ફરી એકવાર અમિતભાઇએ તેમના ગામ તરફ દોડાવી.... અમિતભાઇને તેમનું ગામ બહુ ગમતું હતું.... દરેક વ્યક્તિને તેમનું બચપન વિતાવ્યુ હોય તે જગ્યા હંમેશા વહાલી જ લાગતી હોય છે. જ્યાં તેમની નટખટ મસ્તી, મિત્રો સાથે કરેલી ધમાલ અને પછી મળેલી સજાઓનું લિસ્ટ હોય છે જે યાદ કરતા હંમેશા ખુશી મળતી હોય છે. ગામ તરફ જતો રસ્તો જોઈ અમિતભાઇ બોલ્યા " જો પિહુ રસ્તાની બાજુનું બીજા નંબરનું ખેતર આપણું છે. ત્યાં હું નાનો હતો ત્યારે પપ્પા સાથે રોજ આવતો. રજાના દિવસે તો અમે બધા ભાઈબંધ રમતા રમતા ખેતરે જ જતા રહેતા. ત્યાં જઈ પપ્પાના ભાથામાંથી જ ખાઈ લેવાનું અને