અંગત ડાયરી - જિંદાદિલી

  • 3.7k
  • 1.1k

અંગત ડાયરી ============શીર્ષક : જિંદાદિલી લેખક : કમલેશ જોષીઓલ ઇઝ વેલલખ્યા તારીખ : ૦૭, ફેબ્રુઆરી ૨૦૨૧, રવિવાર જિંદાદિલ મસ્ત શબ્દ છે. જેનું દિલ જીવે છે, જે દિલથી જીવે છે એ જિંદાદિલ. દિલ એટલે કે હાર્ટ એટલે કે હૃદય. કૃષ્ણએ કહ્યું છે કે હું સૌના હૃદયમાં રહું છું. જેના હૃદયમાં કૃષ્ણ કાનુડો હસતો ખીલતો બેઠો હોય એ જિંદાદિલ અને જેના હૃદયમાં કૃષ્ણ કનૈયો ગુસ્સે ભરાયેલો બેઠો હોય એ મુર્દાદિલ બીજું શું? આવા માણસને ઓળખવા કોઈ લેબોરેટરીમાં જવાની જરૂર નથી. નિખાલસ વાણી, વર્તન અને વિચાર જ એનો પોઝીટીવ રીપોર્ટ છે. ખુસપુસિયા, ખટપટિયા, છાનુંમાનું છળકપટ કરતા શકુનિછાપ લોકો જીવતા ભલે હોય, પણ કૃષ્ણ કાનુડો એમના