તારી એક ઝલક - ૬

(19)
  • 3.5k
  • 2
  • 1.8k

તારી એક‌ ઝલક બધાં ઝલક જાસૂસ કેવી રીતે બની?? એ જાણવાં અધીરા બન્યા હતા. પણ ઝલકે કોઈને કાંઈ જણાવ્યું નહીં. ભાગ-૬ સવારનાં પાંચ વાગ્યામાં અર્પિતાની આંખ ખુલી ગઈ. ઝલક અંગે જાણવાની અધિરાઈએ તેની આંખ ખોલી દીધી હોય. એમ એ સફાળી બેઠી થઈ ગઈ. રૂમની બારીમાંથી બહાર એક નજર કરી. ધીમે-ધીમે સુરજ ઉગી રહ્યો હતો. ધરતી પર પડતો આછો પ્રકાશ તેની હાજરી પૂરી રહ્યો હતો. પક્ષીઓનો કલરવ ચારે દિશામાં ગુંજી રહ્યો હતો. કાલ રાતનો થાક અને અધૂરી ઉંઘ સાથે ઝલકના ભૂતકાળ વિશે જાણવાં માટે અર્પિતાએ આળસ મરડીને પોતાનો એક પગ જમીન પર મૂક્યો. ભૂતનાથ મહાદેવની આરતીનો અવાજ અર્પિતાના કાને પડતાં જ