અસમંજસ.... - 2

(29)
  • 4k
  • 3
  • 1.8k

આગળ જોયું કે કનકને જોતા નિર્મલાબેન કનકનું નામ લે છે. ને કનક એ સ્વર ભણી નજર કરે છે અને જેને ક્યારની શોધી રહ્યા હતા એ કનક દેખાય ગઈ...હવે આગળ...કનક. કનક એ ઉચ્ચકુળની બ્રાહ્મણ જ્ઞાતિની નિર્મલાબેન અને જગદીશભાઈની એકની એક લાડકી દીકરી. દેખાવે શ્યામરંગી, ચશ્માવાળી અને હંમેશા હસમુખી. કનકને લખવાનો ખુબ જ શોખ. કવિતા, વાર્તા, શાયરીઓ વગેરે વગેરે...હંમેશા કંઇક ને કઈક લખતી રહેતી. એટલો જ એને વાંચવાનો પણ ખૂબ જ શોખ. નવરાશ મળે કે તરત કોઈને કોઈ બુક વાંચવા બેસતી. ગાવાનો એને કોઈ શોખ નહિ પરંતુ એનો કંઠ એટલો મધુર કે ગામના ઓળખતા લોકો એની પાસે જ ભજન ગવડાવે. ખાસ કરીને