ત્રણ વિકલ્પ - 40 (અંતિમ પ્રકરણ)

(106)
  • 3.3k
  • 4
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૪૦ (અંતિમ પ્રકરણ) હર્ષદરાય અને અનુપ બન્ને સેજલને જોઈ રહ્યા હતા. સેજલ એકપણ શબ્દ બોલ્યા વગર સંતોષની બાજુમાં જઈને ઉભી રહે છે. સુહાસિની, નિયતિ અને વિદ્યા ટ્રેમાં થોડો નાસ્તો અને ચા લઈને આવે છે. સુહાસિની: “સાંભળો... આપણી સેજલને સંતોષ સાથે વળાવી દેવાની છે... એ અને સંતોષ એકબીજાને પ્રેમ કરતાં હતાં... તમારી અને અનુપ બન્નેની બળજબરીનો ભોગ એ પણ બની છે. માફી માંગવાની અને પ્રાયશ્ચિત કરવાની શરૂઆત ઘરમાંથી જ કરો તો સેજલને પણ ન્યાય મળશે...” હર્ષદરાયને મોટી સમસ્યાનો આટલો સરળ ઉપાય મળ્યો એની ખુશી થાય છે. પણ અનુપ દીકરી એંજલ સામે ઇશારો