મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે - ભાગ ૧૮

  • 3.7k
  • 1.3k

ગણિત - સંગીતનો સુભગ સમન્વય ::'ગણિતવિજ્ઞાન કોલાવરી' અગાઉના પ્રકરણમાં વાત કરી તેમ શાળાના પ્રોક્સી તાસમાં, વિદ્યાર્થિનીઓ સાથે થયેલી અવનવી વાતો માંથી જ મને અવનવા પ્રોજેક્ટની દિશાઓ મળતી રહેતી. એ જ રીતે એક વખત proxy તાસમાં ગઈ ત્યારે વિદ્યાર્થીઓ કહે, અમને ગીતો ગાવા છે, અંત્તકડી રમવી છે.. પણ શાળામાં તો ફિલ્મી ગીતો ગાઈ શકાય નહિ.. આમ તો કેમ રમાય? સામાન્ય મૂડમાં અલગ અલગ પ્રયત્નો કરતી,કે ગુજરાતી ગીતો ની અંતકડી કે અભ્યાસક્રમના કાવ્યોની અંતાક્ષરી, દુહા ની અંતાક્ષરી.. આવું બધું રમાડતા..તો ક્યારેક સુવાક્યો ની અંતાક્ષરી રમાડું .. પણ આજે વિદ્યાર્થીઓ જીદે ચડી કે બેન અમને 'કોલાવેરી' ગીત ગાવું છે!! એ