ત્રણ વિકલ્પ - 39

(55)
  • 3.2k
  • 5
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૯ હર્ષદરાય દયામણો ચહેરો કરીને સુહાસિની સામે જુએ છે. મનમાં વિચારે છે ‘આ સ્ત્રીને મેં કેટલી હેરાન કરી છે. કોઈ દિવસ પત્ની તરીકેનું માન નથી આપ્યું. એ સ્ત્રી અત્યારે મને સાથ આપવા માટે ઉભી છે. મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ. મેં ખરેખર સ્ત્રીઓને સમજવામાં ભૂલ કરી. સ્ત્રીઓનો પ્રેમ સમજવા માટે તો આખી ઉંમર ઓછી પડે. મેં મગજમાં શું બધું ભરીને આખી જિંદગી સ્ત્રીઓને નફરત કરી. મારાથી બહુ મોટી ભૂલ થઈ અને માફી ના મળે એવા અનેક અપરાધ થયા.’ હર્ષદરાય વારાફરતી સુહાસિની, કામિની અને નિમિતાની તરફ જોતા હતા. નિમિતા હજુ પણ અનુપના