શ્રુતિ અને એનો પરિવાર મંદિરના પાછળના ભાગમાં બેસીને કુદરતનો નજારો માણી રહ્યા હતા. ત્યાં બેસવા માટે પણ એક રીતે હિંમત જોઈએ, ત્યાં વાતાવરણ ઠંડુ જ હતું. પણ થર્મલ વેરના કારણે એ લોકો 3 કલાક સુધી ત્યાં બેસી શક્યા. ત્યારબાદ 11 વાગ્યા કે એ લોકો ધીમે-ધીમે મંદિર તરફ આવ્યા અને ત્યાં કેટલાક ફોટા પાડી, પાછા જવા માટે નીકળ્યા. મંદિરની સીડીઓ ઉતરતા નીચે બંને તરફ 8-10 નાસ્તાની દુકાન આવેલી હતી. 2013માં આવેલ પુર કેદારનાથ મંદિર આગળની બધી જ દુકાનો અને મકાન વહાવી ગયું. એ પછી ત્યાં ખૂબ ઓછી દુકાનોને સ્થાન મળ્યું. અને એ પછી મંદિર જવાનો રસ્તો પણ ખૂબ મોટો થયો. શ્રુતિ