ત્રણ વિકલ્પ - 38

(64)
  • 3k
  • 4
  • 1.6k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૮ ઘરમાં આવેલી સ્ત્રીને જોઈ હર્ષદરાય સુન્ન થઈને ઉભા હતા. અજાણી સ્ત્રી ફરી બોલે છે: “હા હર્ષદ... તું ખરેખર મહામૂર્ખ છે.” હર્ષદરાય મીણનાં પૂતળાની જેમ એક જગ્યાએ સ્થિર થઈ ઊભા રહે છે. બન્ને આંખો ચોળીને જુએ છે કે જે દ્રશ્ય દેખાય છે તે સાચું છે કે સપનું છે? તેમને વિશ્વાસ નથી આવતો. પોતાની આંખે જોયેલા દ્રશ્યમાં શંકા થાય છે. જે જુએ છે તે સાચું છે એ પૂરી ખાતરી કર્યા પછી પણ, એમને માન્યામાં નથી આવતું કે સામે જે સ્ત્રી ઊભી છે તે કામિની છે. હર્ષદરાયના ગળામાં એમના શબ્દો રહી જાય છે