ત્રણ વિકલ્પ - 37

(62)
  • 3.8k
  • 4
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૭ નિયતિ અને નિમિતા બન્ને બહેનો છે એ જાણી હર્ષદરાય સુન્ન થઈ ગયા હતા. શંભુના હાથમાંથી મોબાઈલ લઈ ફોટો જોયા કરે છે. થોડીક વાર એ શંભુ અને ફોટાને એવી રીતે જુએ છે જાણે કોઈ પાગલ આકાસમાં પોતાનો ચહેરો શોધતો હોય. આ એક એવો ખુલાસો હતો જેની કલ્પનામાત્ર કરી નહોતી. એમને એકસાથે કેટલાય વિચાર આવે છે. હકીકત સ્વીકાર કરવા એમનું મગજ તૈયાર નથી થતું. એમણે યાદશક્તિ અને બુધ્ધિશક્તિ પર જોર આપ્યું. નિયતિ જો નિમિતાની બહેન હોય તો બે વર્ષ પહેલા બન્નેનાં મોતની વાત ખોટી હતી. નિયતિ જીવે છે તો નિમિતા પણ જીવતી હશે