ખીલતી કળીઓ - 11

(25)
  • 2.9k
  • 1
  • 1.3k

ખીલતી કળીઓ - ૧૧ અનય તેની બર્થ ડે ગીફ્ટ નમાયા પાસે માંગે છે. નમાયા- શું જોઈએ છે તારે? અનય નમાયાનો હાથ પકડી કહે છે, નમાયા દવે, વીલ યુ મેરી મી? નમાયા- હેં.... નમાયા બે ઘડી આમ જ અનયને જોઈ રહે છે. અનય- મને ખબર નથી કે તું કેટલો સમય મારી પાસે રહીશ પણ હવેનો બધો સમય તારી પાસે રહેવા માંગું છું.. એ પણ તારો થઈને.... કાલે હું વીસ વર્ષનો થઈશ... મને ખબર છે કે આપણી ઉંમર નાની છે મેરેજ કરવા માટે... હજી હું કમાતો પણ નથી... પણ આ સમય મને ફરી ક્યારેય નહીં મળે...! નમાયાનાં આંખમાં આંસુ આવી જાય છે,