મન : સંબંધ મિત્રતા નો - 23

  • 3.8k
  • 1.4k

નિયા એ ઈશા ને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ઊઠી નહિ એટલે બાજુ નાં ટેબલ પર બોટલ ભરેલી હતી એ નું પાણી નાખ્યું. એટલે ઈશા ઊઠી. નિયા એ જોયું તો એના હાથ પર બ્લેડ નાં નિશાન હતા. નિયા એ એ જોઈ ને એક જોર થી તમાચો માર્યો ઈશા ને. ઈશા નાં ગાલ પર નિયા નાં હાથ ઉપસી આવ્યા હોય એમ લાલ લાલ થઇ ગયા હતા. "આવું કોણ કરે ઈશા? " પછી નીચે કોઈ દવા ની કાગળ જોતા બોલી , "કેટલી દવા ખાધી બોલ તો?" "નીંદ નઈ આવતી હતી એટલે બે કે ત્રણ ખાધી હતી યાદ નથી." ઈશા રડતા રડતા બોલી.