રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 31

(17)
  • 4k
  • 2
  • 1.6k

ભાગ - 31હોસ્પિટલના ગાર્ડનમાં બેઠેલા વેદે, રીયાનો હાથ પકડી બોલેલા એ શબ્દો, કેરીયા, સંતાન પ્રાપ્તિ માટે આપણને ડોક્ટર સાહેબે,સ્પર્મ-ડોનરનો જે વિકલ્પ બતાવ્યો છે, એના વિષે આપણે શ્યામને વાત કરીએ, એ ના નહી પાડે, અને પછી આપણે શ્યામને આ ડોક્ટરથી મળાવી દઈશું. વાચક મિત્રો, હું ચાલુ વાર્તામાં થોડો વિરામ લઈને, વેદ અને રીયાની હાલની મનોસ્થિતિ, અને વેદના નિખાલસ, નિર્ણય વિશે, આપણી આ વાર્તાના પાત્રો, રીયા અને વેદ દ્રારા કંઇક વિશેષ પ્રકાશ પાડવા માંગુ છું. વેદ દ્વારા બોલાયેલા શબ્દો સાંભળી, થોડીવાર માટે રીયા બિલકુલ અવાચક થઈ, વેદ સામે જોઈ રહે છે. રીયાને આજે વેદ પ્રત્યે, વેદના વિચારો પ્રત્યે, વેદની ભાવનાઓને લાગણીઓ પ્રત્યે, અનહદ માન થઈ ગયું છે. અત્યારે