પારિજાતના પુષ્પ - 11

(19)
  • 3.3k
  • 2
  • 1.7k

" " કેનેડા... " અરમાન તેના મમ્મી-પપ્પા સાથે કેનેડા પહોંચી ગયો અને તેમને પીકઅપ કરવા માટે ભાઈ અને ભાભી એરપોર્ટ ઉપર આવીને જ ઉભા હતા. કરણ અને સીમા બંને પોતાના પરિવારને અહીં કેનેડામાં પોતાની સાથે જોઈને ખૂબજ ખુશ થઈ ગયા હતા. કેનેડાની ધરતી ઉપર પગ મૂકતાં જ જાણે અરમાનને અને તેના મમ્મી-પપ્પાને કંઇક અલગ જ પ્રકારની ખુશ્બુ આવી રહી હતી. એક અદમ્ય ઠંડકનો અહેસાસ થઈ રહ્યો હતો. મમ્મી-પપ્પાના ચહેરા ઉપર એકદમ ખુશી છવાએલી દેખાતી હતી મમ્મીની આંખમાં તો હર્ષનાં આંસુ પણ આવી ગયાં પણ અરમાન જરા ઉદાસ ઉદાસ લાગતો હતો જાણે પોતાની કોઈ કિંમતી વસ્તુ તેની પાસેથી છીનવાઈ ગઈ હોય